Thursday, November 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહેન્દ્રનગરથી બહુચરાજી માતાજી સુધી 18 વર્ષથી અવિરત પદયાત્રા : 250થી વધુ શ્રદ્ધાળુઓ...

મહેન્દ્રનગરથી બહુચરાજી માતાજી સુધી 18 વર્ષથી અવિરત પદયાત્રા : 250થી વધુ શ્રદ્ધાળુઓ જોડાશે

ભક્તિ, શ્રદ્ધા, એકતા અને સેવાભાવની અનોખી પરંપરા બની મહેન્દ્રનગર મિત્ર મંડળની પદયાત્રા

મોરબી ડેઈલી: મહેન્દ્રનગર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતી માં બહુચરાજી માતાજીની પવિત્ર પદયાત્રા આ વર્ષે સતત 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. છેલ્લાં 18 વર્ષથી અવિરત ચાલી આવતી આ ભક્તિમય પરંપરામાં આ વર્ષે અંદાજે 250થી વધુ શ્રદ્ધાળુઓ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જોડાઈ માતાજીના દર્શનાર્થે પગપાળા પ્રસ્થાન કરશે.

આ પવિત્ર પદયાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારુભાઈ કૈલા, મનજીભાઈ દેત્રોજા, પ્રાણજીવનભાઈ તેમજ મહેન્દ્રનગર મિત્ર મંડળના સભ્યો અને સેવાભાવી કાર્યકરોના સહયોગથી કરવામાં આવે છે.

છેલ્લાં 18 વર્ષથી અવિરત ચાલી રહેલી આ પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ગામની એકતા, ભાઈચારો, સામૂહિક સંકલ્પ અને સેવાભાવનું પણ સુંદર ઉદાહરણ બની રહી છે. વર્ષોવર્ષ આ યાત્રામાં જોડાતા શ્રદ્ધાળુઓની સંખ્યા અને ઉત્સાહ આ પરંપરાની લોકપ્રિયતા તથા માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ખાસ કરીને યુવા પેઢીમાં ધાર્મિક સંસ્કારો, સામાજિક એકતા અને સેવાભાવના મૂલ્યોનું સિંચન કરવામાં આ યાત્રા પ્રેરણારૂપ બની રહી છે.

આ પ્રસંગે મહેન્દ્રનગર મિત્ર મંડળના તમામ આયોજકો, સહયોગીઓ અને સેવાભાવી કાર્યકરોને આ ભક્તિમય પરંપરા સતત જાળવી રાખવા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

માં બહુચરાજી માતાજી તમામ પદયાત્રીઓની યાત્રા સુખદ, સલામત અને નિર્વિઘ્ન બનાવે તથા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ વરસાવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments