Thursday, November 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર પિતાની છત્રછાયા ગુમાવનાર 111 દીકરીઓના પરિવારને...

મોરબીમાં રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર પિતાની છત્રછાયા ગુમાવનાર 111 દીકરીઓના પરિવારને પડતર કિંમતે દવા અપાશે

મોરબી ડેઈલી: મોરબી શહેરમાં “સેવા એજ સત્કર્મ” ના ઉમદા હેતુ સાથે ‘રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર’ દ્વારા એક પ્રશંસનીય અને અનોખી સેવાકીય પહેલ શરૂ કરવામાં આવી છે. સમાજની જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તેવી 111 દીકરીઓ અને તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની બીમારીની દવાઓ એકપણ રૂપિયાના નફા વગર, માત્ર પડતર કિંમતે (Cost-to-Cost) પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે. મોંઘી દવાઓના કારણે કોઈને પણ આર્થિક અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે આ વિશેષ સેવા શરૂ કરાઈ છે.

આ સેવાનો લાભ લેવા માટે હાલમાં મોરબી શહેરમાં રહેતી હોય તેવી દીકરીઓએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી પ્રક્રિયા માટે દીકરીઓએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ પર હાલમાં તેમની સાથે રહેતા સભ્યોના નામ અને પૂરા સરનામા સાથે મેડિકલ સેવા કેન્દ્રના વોટ્સએપ નંબર 96871 25111 પર ફોટો મોકલી આપવાનો રહેશે. રજીસ્ટ્રેશન થયાની જાણ લાભાર્થીને મેસેજ દ્વારા કરવામાં આવશે. સંચાલકોના જણાવ્યા મુજબ, હાલ પૂરતી આ શરૂઆત 111 દીકરીઓથી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આ સંખ્યા વધારવા માટે પણ પૂરા પ્રયાસો કરવામાં આવશે.

આ વિશેષ સેવા ઉપરાંત, બાકીના તમામ સામાન્ય લોકો માટે પણ રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર ખાતે “રામ રાહત દરે” તમામ પ્રકારની દવાઓ, સર્જિકલ તથા કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા શનાળા રોડ પર, મહેશ હોટેલ સામે અને ઉમિયા મોબાઈલની બાજુમાં આવેલા રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકાશે. તેમજ સંસ્થાની વધુ માહિતી અને અપડેટ્સ મેળવવા મેડિકલના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા પણ અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments