Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અલગ અલગ વિસ્તારમાં બે વાહનની ચોરી

મોરબીના અલગ અલગ વિસ્તારમાં બે વાહનની ચોરી

મોરબી : મોરબી શહેરના ગાંધીચોક અને અવની ચોકડી નજીકથી એક બાઈક તેમજ એક મોટર સાયકલ અજાણ્યો તસ્કર ચોરી જતા વાહન ચોરીના બે બનાવ અંગે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. જો કે બેથી અઢી મહિના જુના વાહન ચોરીના બનાવના ફરિયાદ નોંધાતા વાહનચોર પોલીસના હાથવેંતમાં હોવાનું મનાય રહ્યું છે.

મોરબીની અવની ચોકડી નજીક પૂજા પાન પાસેથી કિશનકુમાર દિલીપભાઈ ગામીનું રૂ.95 હજારની કિંમતનું એક્સેસ મોટર સાયકલ તા.14 માર્ચના રોજ ચોરી થયાની તેમજ બીજા બનાવમાં ગાંધી ચોકમાં શ્રી રામ રસ સેન્ટર પાસેથી ફરિયાદી સાગરભાઈ રસિકભાઈ સાપરિયાનું 25 હજારની કિંમતનું બાઈક તા.3જુનના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયાની ફરિયાદ નોંધવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments