Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વનાળીયા ગામે જુગાર રમતા પાંચને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

મોરબીના વનાળીયા ગામે જુગાર રમતા પાંચને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે વાડીની ઓરડીમાંથી જુગાર રમતા ૫ શખ્સોને રોકડા રૂપીયા ૩૪,૨૦૦ ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને સયુક્તમાં બાતમી મળેલ કે, અભરામભાઇ મુસાભાઈ લુઢર રહે.વનાળીયા તા.જી.મોરબી વાળો જે વનાળીયા ગામના ગણેશભાઇ ગંગારામભાઇ દેકાવાડીયા વાળાની વનાળીયા ગામે ઉંડો માર્ગ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડી વાવે છે અને તે વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી તાલુકાના વનાળીયા ગામે આવેલ ઉંડા માર્ગ તરીકે ઓળખાતી આરોપીના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો અભરામભાઇ મુસાભાઇ લુઢર રહે.વનાળીયા, યુનીસભાઇ હાજીભાઇ કાળા રહે. વનાળીયા તા.જી.મોરબી મોરબી, પ્રગ્નેશભાઇ ગોવીંદભાઇ પરમાર રહે.નવા સાદુળકા તા.જી.મોરબી, મગનભાઇ ભુરાભાઇ વિરસોડીયા રહે.લક્ષ્મીનગર તા.મોરબી જી.મોરબી, ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા રહે. મોરબી દરબારગઢ સ્વામીનારાયણ શેરી તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૩૪,૨૦૦ નો મુદામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments