હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ બાળકનો જન્મ થયા બાદ માતા અને બાળક બન્ને તંદુરસ્ત
મોરબી : વાંકાનેરના ભીમગુડા ગામની સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. જો કે એમ્બ્યુલન્સની અંદર જ તેઓની સફળ ડિલિવરી થઈ હતી.
વાંકાનેરના ભીમગુડા ગામના ચંદાબેન જગદીશભાઈ ચારલા ઉ.વ.23 નામના સગર્ભા મહિલાને દુખાવો ઉપડતા ગત રાત્રીના સમયે તેમના પરિવારે 108ને ફોન કર્યો હતો. જેથી EMT હિતેશ ભાઈ ઝાપડા અને પાયલોટ રાજદીપસિંહ જાડેજાની ટિમ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત તેમને લઈ હોસ્પિટલ જતી હતી. જો કે રસ્તામાં ભાયતી જાંબુડીયાના બોર્ડ પાસે જ સગર્ભા મહિલાની નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ થઈ હતી. માતા અને બાળક તંદુરસ્ત છે. બન્નેને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. આ કામગીરીમાં ERCP ડો. મિહિરનું માર્ગદર્શન પણ મળ્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.











