Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsકારમાંથી પકડાયેલા દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી ટંકારા પોલીસ

કારમાંથી પકડાયેલા દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેતી ટંકારા પોલીસ

ટંકારા : ટંકારામાં ક્રેટા કારમાંથી દારૂ પકડાયા બાદ એક આરોપીનું નામ ખુલ્યું હતું. જે ત્રણેક મહિનાથી ફરાર હોય ટંકારા પોલીસે બાતમીના આધારે તેને મિતાણા ચોકડીએથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.8 માર્ચના રોજ ટંકારા તાલુકાના રોહીશાળા નેકનામ રોડ પરથી આરોપીઉદયસિંહ સહદેવસિંહ ઝાલા રહે.મેઘપર ઝાલા અને કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે.જોધપર ઝાલાની ક્રેટામાંથી રૂ.1.29 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર વાળાનુ નામ ખુલ્યું હતું. તેઓ છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય હાલમાં ટંકારાની મિતાણા ચોકડી પાસે હોવાની બાતમી મળતા ટંકારા પોલીસે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.

આ કામગીરીમાં પીઆઇ કે.એમ.છાસીયા, ASI ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC પંકજભાઇ ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, બળદેવભાઇ દેગામા રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments