વહેલા તે પહેલાના ધોરણે રોપા વિતરણ, એક વ્યક્તિને એક રોપો અપાશે
મોરબી : આવતીકાલે તા.22 જૂનને રવિવારના રોજ મયુર નેચર ક્લબ-મોરબી અને વન વિભાગ- મોરબી દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે સવારે 9 કલાકે મોરબીના શનાળા રોડ પર રામ ચોકમાં કભીબી બેકરી પાસે નિઃશુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવશે. જેમાં સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી, ખાટી આંબલી સહિતના વૃક્ષના રોપા નિઃશુલ્ક આપવામાં આવશે. એક વ્યક્તિને એક જ રોપો આપવામાં આવશે. રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવાના હોય લોકોને આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.











