Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતની મોરબીમાં શાનદાર ઉજવણી

વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતની મોરબીમાં શાનદાર ઉજવણી

કાર્યકરોએ ઢોલ સાથે ફટાકડા ફોડી ગરબે રમી એકબીજાના મો મીઠા કરાવ્યા

મોરબી : વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થતા મોરબીમાં ઉજવણી કરવામાં આવી છે. જેમાં આમ આદમીના આગેવાનો અને કાર્યકરોએ ઢોલ સાથે ફટાકડા ફોડી ગરબે રમી એકબીજાના મો મીઠા કરાવ્યા હતા.

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. જેને પગલે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે બપોરે સુપર માર્કેટ સામે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આગેવાનો અને કાર્યકરોએ ઢોલ વગાડી, ફટાકડા ફોડી ગરબે રમી ખુશી વ્યક્ત જરી હતી. વધુમાં આમ આદમી પાર્ટીએ આગામી દિવસોમાં મોરબીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાપાલિકાની ચૂંટણીમાં એડીચોટીના જોર સાથે લડવાનું એલાન કર્યું હતું. ઉપરાંત ચૂંટણી લડવા ઇચ્છતા પ્રામાણિક લોકોને આમ આદમી પાર્ટીનો સંપર્ક કરવાની પણ હાંકલ કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments