Thursday, May 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના રૂપાવટી ગામે ભાજપ-કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ

વાંકાનેરના રૂપાવટી ગામે ભાજપ-કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની આગેવાની હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા હતા.

કોળી સમાજ અગ્રણી અને ભાજપના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઈ ચૌહાણની સાથે રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર,સુરેશભાઈ ગાંગડીયા
પરબતભાઇ હમીરભાઈ મેર,બાબુભાઇ કરમશીભાઈ ગાંગડીયા, વલ્લભભાઈ રામજીભાઈ મેર,ગેલાભાઈ રાજભાઈ બાવળિયા, વિજયભાઈ દેહાભાઈ ડાભી, સન્નાભાઈ બાવળીયા, સવશીભાઈ ઝાલા, લાલજીભાઈ કાળાભાઈ, જેરામભાઈ વજાભાઈ ઝાલા,રસિકભાઈ ગાંગાણી,દેવાભાઈ દેવશીભાઈ ગાંગણી,નરશીભાઈ ગાંગડીયા,અરજનભાઈ ઝાલા (ચાલુ ગ્રામ પંચાયત સદસ્ય),સુખાભાઈ ગાંગાણી અને વકીલ શ્રી ભૂતપભાઈ લુભાણી તથા રૂપાવટી ગામના લોકો આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરીત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા. આ પ્રસંગે રાજુભાઇ કરપડા, કરશનબાપુ ભાદરકા, સાગરભાઈ રબારી , સંજયભાઈ બાપટ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, વાંકાનેર વિધાનસભા પ્રભારી પંકજભાઈ આદ્રોજા, વાંકાનેર તાલુકા પ્રમુખ અલી હજ ઉપસ્થિત રહ્યા હતા. તેમ આમ આદમી પાર્ટીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments