મોરબી : મોરબીમાં આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ ગોરભાયું હતું અને બપોર બાદ ધીમધારે વરસાદ પડ્યો હતો. તેથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.









