Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી હળવદ તાલુકામાં કરાશે.

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી હળવદ તાલુકામાં કરાશે.

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી,

મોરબી ડેઈલી: મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બાબતે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ, સ્ટેજ સુશોભન,બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા, અને પાર્કિંગ સહિત વૃક્ષારોપણ ,સાફ-સફાઈ, અને સ્વચ્છતા બાબતે મેડિકલ ટીમની વ્યવસ્થા સહિતના મુદે વ્યવસ્થાઓ કરવા જે તે વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી,

15 મી ઓગસ્ટ 2025ની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવનાર છે જ્યાં દેશભક્તિ થી તરબોળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે ઉપરાંત મોરબી વાંકાનેર ટંકારા અને માળીયા મીયાણા તાલુકા કક્ષાએ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવનાર છે સ્વાતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને હળવદ ખાતે પૂર્વ સંધ્યાએ સરકારી કચેરીઓને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments