મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સ્પ્રેરિટો સિરામિક ફેકટરીમાં રહેતા જવાનસિંગ બહાદુરસિંગ મુરલી ઉ.વ. 23 નામના શ્રમિક યુવકે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










