વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા કોઠી ગામના બસસ્ટેન્ડ નજીકથી શંકાસ્પદ હાલતના પસાર થતી કારને અટકાવી 400 લીટર દેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લઈ અન્ય બે શખ્સના નામ ખોલાવી 5.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા કોઠી ગામ નજીકથી જીજે – 08 – ડીજી – 4303 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર અટકાવી તલાશી લેતા આરોપી વિપુલ મુકેશભાઈ વરાણીયા રહે.ત્રાજપર અને બરક્તશા અલીશા શાહમદારના રહે.મોરબી વાળાના કબ્જામાંથી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 80 હજાર મળી આવતા પોલીસે 5 લાખની કાર સહિત 5.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.વધુમાં બન્ને આરોપીઓની પૂછતાછમાં દારૂનો આ જથ્થો મોરબીના મનુભાઈ દોલુભાઈએ મંગાવ્યો હોવાનું અને દેશી દારૂ વિકાસભાઈ રહે. ડાકવડલા તા.ચોટીલાવાળાએ મોકલ્યો હોવાનું કબુલતા ચારેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.










