Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતીપ્લોટમા ખુલ્લી ઓરડીમાંથી દારૂનો જથ્થો ઝબ્બે

મોરબીના લાતીપ્લોટમા ખુલ્લી ઓરડીમાંથી દારૂનો જથ્થો ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર-8માંથી બાતમીને આધારે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, લાતીપ્લોટ શેરી નંબર -8મા રહેતા આરોપી શાહરુખ હાજીભાઈ ખોડે પોતાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે.બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ખુલ્લી ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ કિંમત રૂપિયા 24 હજાર મળી આવી હતી.જો કે, આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments