મોરબી મહાપાલિકાએ નાગરિકોને હવે વેરા બિલ ઓનલાઈન મોકલવાનું શરૂ કર્યું છે. નાગરિકોને વેરો ભરવા કચેરીનો ધક્કો ન ખાવો પડે અને વધુમાં વધુ નાગરિકો વેરો ઓનલાઈન ભરે તે માટે વોટ્સએપમાં વેરા બિલ સાથે જ વેબસાઈટની વિગતો પણ મોકલવામાં આવી રહી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સરળતા માટે વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેથી હવે મોરબીના નાગરિકો ઘેર બેઠા ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરવાની તેમજ અન્ય મહત્વની સેવાઓનો સરળ રીતે ઉપયોગ કરી શકે છે. આ નવી ડિજિટલ સેવા દ્વારા નાગરિકો પોતાની મિલકતની માહિતી જોઈ શકે છે અને ટેક્સની રકમ જાણી શકે છે. તેમજ ઓનલાઈન ચુકવણી પણ કરી શકશે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે જેટલા નાગરિકોના નંબર રજિસ્ટર્ડ છે. તેમને વોટ્સએપ મારફત વેરાબીલ મોકલવામાં આવી રહ્યું છે. સાથે વેબસાઈટ પણ મોકલવામાં આવે છે. વધુમાં વધુ નાગરિકો ઓનલાઈન વેરો ભરે તે માટે વોટ્સએપ દ્વારા વેરા બિલ મોકલવામાં આવી રહ્યું છે.
મોબાઇલ એપ્લિકેશનની એન્ડ્રોઇડ યુઝર માટેની લીંક- play.google.com/store/apps/details?id=com.mmc.morbi
મોબાઇલ એપ્લિકેશનની iOS યુઝર માટેની લીંક- 6749642402″ title=”” target=””>apps.apple.com/in/app/morbi-municipal-corporation/id6749642402
આ રીતે ભરો ઓનલાઈન ટેક્સ
1. mmcgujarat.in/ વેબસાઈટ ખોલો
2. Citizen service- property tax પર ક્લિક કરો
3. તમારો મોબાઈલ નંબર અને કેપચા દાખલ કરો
4. તમારા મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરો અને લોગીન કરો
5. property tax pay પર ક્લિક કરો
6. તમારો ટેનામેન્ટ નંબર દાખલ કરો
7. Show payable amount પર ક્લિક કરો
8. Pay now પર ક્લિક કરો
9. નીચે મુજબના પેમેન્ટના વિકલ્પનો ઉપયોગ કરો
– QR CODE
– UPI ID
– ડેબિટ/ક્રેડિટ કાર્ડ
– વોલેટ
– નેટ બેન્કિંગ











