મોરબી : આજરોજ મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ૭૫માં જન્મ દિવસ સંદર્ભે મચ્છુ ડેમ પાસે આકાર લઈ રહેલ નમો વનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા શાખાના અધ્યક્ષ શ્રી પ્રથમભાઈ અમૃતિયા, મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંત ના અધ્યક્ષ શ્રી અમૂલભાઈ જોષી, જિલ્લા સંગઠનમાં મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુકલ, જિલ્લા યુવા શાખા ના પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, જિલ્લા યુવા શાખા ના ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ રાણા, મોરબી શહેર સંગઠનના મહામંત્રી મયુરભાઈ મહેતા, મોરબી તાલુકા સંગઠનના ઉપપ્રમુખ બળવંતભાઈ અને મિશન નવભારત ના નાના કાર્યકર્તા કેયૂર જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જેમના પ્રયાસો થી આ અદ્ભુત પર્યટન સ્થળ બની રહ્યું છે એવા મોરબી માળિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નો મિશન નવભારતની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ વૃક્ષ દેવો ભવ સૂત્ર સાર્થક થાય તે માટે તમામ નાગરીકો પણ વૃક્ષારોપણ કરે તેવી અપીલ પ્રથમભાઈ અમૃતિયાએ કરી હતી અને આવા પુણ્યકાર્યોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અમૂલભાઈ જોષીએ કરી હતી.











