(મયુર રાવલ,હળવદ)
હળવદ માં ગણપતિ બાપા મોરિય: ગણેશોત્સવનો મંગલમય પ્રારંભ : વાજતે ગાજતે સ્થાપના કરાયા
હળવદના એકમાત્ર મહિલા મંડળ આયોજિત સ્ટેશન રોડ રાજા નો ભવ્યાતિભવ્ય આયોજન
શહેરમાં ગણેશ ચતુર્થી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી હળવદ શહેર ગ્રામ્ય પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં દસ દિવસીય ગણેશોત્સવ અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાશે. મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનું અનન્ય મહાત્મ્ય છે. ગણેશોત્સવમાં રોજ સાંજે મહાઆરતી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. હળવદ માં ઠેર ઠેર ગણેશોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે.
શહેરમાં વિવિધ જગ્યાએ, વિવિધ થીમ પર બનાવેલી દેવતાઓની મૂર્તિઓ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. દર વખતની જેમ, આ વખતે પણ લોકો બાપ્પા પાસે વિવિધ સંગીતનાં સાધનો સાથે પહોંચશે. હિન્દુ ધર્મમાં આવા ઘણા તહેવારો છે જે લોકોને ભક્તિની સાથે ઉત્સાહથી ભરી દે છે. ભાદરવા સુદ ચોથ, એટલે કે વિનાયક ચોથના આ શુભ દિવસે, ઘરો, શેરીઓ અને સાર્વજનિક પંડાલોમાં ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું.શહેરમાં ઠેર-ઠેર સુંદર રીતે શણગારેલા મંડપો જોવા મળ્યા હતા, જ્યાં ભક્તોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ‘વિઘ્નહર્તા’ની પૂજા-અર્ચના કરી હતી.ગણેશ ચતુર્થી તિથિ ૨૬ ઓગસ્ટે બપોરે ૧:૫૫ વાગ્યે શરૂ થઈ અને ચતુર્થી તિથિ ૨૭ ઓગસ્ટે બપોરે ૩:૪૫ વાગ્યા સુધી રહેશે.માન્યતા અનુસાર, કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે, કારણ કે તેઓ વિઘ્નોને દૂર કરનાર દેવતા છે.ભક્તોએ આ જ આસ્થા સાથે ગણેશજીની સ્થાપના કરી હતી, આવનારા દિવસોમાં પણ પૂજા અને ઉત્સવનું આયોજન કર્યું છે. ગણેશજીની ભક્તિ અને શ્રદ્ધાનો આ માહોલ શહેરની સાંસ્કૃતિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે,લોકોએ આરતી, ભજન અને કીર્તન સ્તવન સહિતનું વિવિધ આયોજન કરવામાં આવ્યું છે. આ મંડપોમાં વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવ્યા હતા, અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર શહેર ગુંજી ઊઠ્યું હતું.
હળવદ શહેરમાં વિવિધ શેરીએ ગલીએ સોસાયટી માં આયોજન આયોજન કરવામાં આવ્યા છે,જેમાં સ્ટેશન રોડ કા રાજા, સોનીવાડ કા રાજ,હળવદ કા રાજા,કુભારપરા,વડનગર, સહિત વિવિધ સોસાયટીઓમાં પણ ગજાનંદ ગણપતિની સ્થાપન કરવામાં આવી છે.













