મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તારીખ 26-8-2025ના રોજ શ્રી રાંદલ વિદ્યાલય મોરબી-2 (સામા કાઠે) મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.
જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ, ગાયત્રી પરિવાર મોરબી તરફથી મીનાબેન આહિર અને લાલજીભાઈ ખાનધર હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસનના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનોજભાઈ પટેલ વ્યવસ્થાપક ચંદુભાઈ હુંબલ તેમજ શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.













