મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયામાં ધોરણ 9 અને 11માં પ્રવેશ અપાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આ બેઠક 1 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 4 વાગ્યે રૂમ નંબર 110, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે યોજાશે.
આ બેઠકમાં મોરબી જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓના આચાર્યો, જિલ્લા શિક્ષણ અધિકારી, અને ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને હાજર રહેવા જણાવાયું છે. ખાસ કરીને જે બાળકો આવતા શૈક્ષણિક વર્ષ (2026-27) માટે ધોરણ 9 અને 11 (સાયન્સ અને કોમર્સ)માં અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે, તેમના વાલીઓ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળી રહે. તેથી, વિવિધ ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોના બાળકોના વાલીઓને પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.











