મોરબી: મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી પાસે, હળવદ તરફ જતા રસ્તા પર એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક આશરે 40 થી 50 વર્ષની ઉંમરના હોવાનું અનુમાન છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. મૃતકના શરીર પર આછા ભૂખરા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે અને વધુ ઓળખ માટે તેને હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે જનતાને અપીલ કરવામાં આવી છે. જો કોઈને આ મૃતક વિશે કોઈ જાણકારી હોય તો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.










