Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા વધુ ગામનો પ્રવાસ ખેડી ગ્રાન્ટ...

મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા વધુ ગામનો પ્રવાસ ખેડી ગ્રાન્ટ ફાળવી

મોરબી જીલ્લા પંચાયતના ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા દાદાશ્રી નગર, અમરનગર, તારાપર અને રોટરીનગર સહિતના ગામોનો પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે દરેક ગામના આગેવાન અને વડીલો સાથે વાર્તાલાપ કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ ગ્રામજનો દ્વારા અજયભાઈ લોરિયાનું ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રૂ.4.5 લાખના પેવર બ્લોક અને અમરનગરમાં સમસાન સુધીના રસ્તા માટે રૂ.1.5 લાખ ગ્રાન્ટ ફાળવી હતી. અત્રે ઉલ્લેખને છે કે મોરબી જિલ્લા પંચાયતની ટર્મ પૂર્ણ થવાના આરે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા મોરબીના વિવિધ ગામોનો પ્રવાસ કરીને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments