Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ ગણેશજીની આરતી ઉતારી

મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ ગણેશજીની આરતી ઉતારી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ મહાઆરતી, પૂજા અર્ચના, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જ્યારે પખ્યાત દિવ્યાંગ કમાભાઈએ પણ આ ગણેશ મહોત્સવમાં ભક્તિસ્ભ કાર્યકમોબો લાભ લઈને ભારે જમાવટ કરી હતી. ત્યારે દિવ્યાંગ બાળકો પણ સમાજનો એક ભાગ હોય તેમને સમાજમાં વિશેષ સન્માન આપવા અને ગણેશજીની ભક્તિનો લાભ આપવા માટે દિવ્યાંગ માં મંગલ મૂર્તિ શાળાના દિવ્યાંગ બાળકોને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ શાળા 35 જેટલા દિવ્યાંગ બાળકોએ ગણેશજીની શ્રદ્ધાભેર આરતી ઉતારી હતી. જ્યારે મેલડી રાસ મંડળ દ્વારા અલગ અલગ મેંલડી માતાજી રાસ રજૂ કરવામાં આવ્યા હતા. જેનો દિવ્યાંગ બાળકોએ લાભ લીધો હતો. આજે રાત્રે અનાથ આશ્રમના બાળકો અને નિવૃત આર્મીમેનને આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેમના હસ્તે ગણેશજીની આરતી ઉતારવામાં આવશે. તેમજ રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments