Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરમાં એનસીડી દિવસની ઉજવણી

મોરબીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરમાં એનસીડી દિવસની ઉજવણી

મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજે એન.સી.ડી. દિવસનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા ૩૦ વર્ષથી વધુ ઉમરના લાભાર્થીઓનુ હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરવામા આવ્યું હતું. આ રોગોથી બચવા અંગેનુ માર્ગદર્શન પણ આપવામા આવ્યું હતું. હાલના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદીમા જણાવાયુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments