🌸 રાધા અષ્ટમી – નિર્ભળ પ્રેમ અને ભક્તિનો પાવન પર્વ 🌸
યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી તરફથી પાવન અવસરની શુભકામનાઓ
મોરબી : ભાદરવા સુદ અષ્ઠમીના દિવસે સમગ્ર બ્રહ્માંડમાં પ્રેમ, ભક્તિ અને કરુણાનું અવતાર બનેલી શ્રીરાધાજીનો જન્મોત્સવ ઉજવાય છે. આ દિવસ માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અગત્યનો છે, કારણ કે રાધાજીનું જીવન આપણને નિર્મળતા, સમર્પણ અને શુદ્ધ પ્રેમનો માર્ગ બતાવે છે.
રાધા-કૃષ્ણનો સંબંધ આપણને સમજાવે છે કે પ્રેમનો સાચો અર્થ છે “સમર્પણ” – માલિકી નહીં. રાધા વિના કૃષ્ણનું નામ અધૂરું છે અને કૃષ્ણ વિના રાધાનું સ્મરણ શક્ય નથી. આ જ કારણ છે કે દરેક ભક્તિમાં “રાધે-કૃષ્ણ” નામ અખંડિત રીતે ગુંજતું રહે છે.
આજના સમયમાં, જ્યાં અહંકાર, સ્વાર્થ અને દ્વેષ જીવનને કલુષિત કરી રહ્યા છે, ત્યાં રાધાજીનું જીવન પ્રકાશપથ સમાન છે. જો આપણે રાધા જેવી નિર્મળ ભક્તિ અને કૃષ્ણ જેવી ધર્મનિષ્ઠા અપનાવીએ, તો આપણા જીવનમાં તેમજ સમગ્ર સમાજમાં સુખ-શાંતિ, પ્રેમ અને સમરસતાની સ્થાપના થઈ શકે છે.
આ પાવન અવસરે યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી સૌને સંદેશ આપે છે કે ભક્તિભાવથી જપ-તપ કરી, મનમાંથી અહંકાર અને દ્વેષ દૂર કરી, સત્ય-પ્રેમ-શાંતિના માર્ગે આગળ વધવાનો સંકલ્પ લેવો જોઈએ.
🌸 “રાધે-રાધે” 🌸
– ડો.દેવેન રબારી
યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી









