વાંકાનેર તાલુકાના રાણેકપર નજીક કિશન નામના મિત્રના બાઈક પાછળ બેસી જઈ રહેલા દિપક ઉર્ફે દિપુ રણજીતભાઈ સાગઠિયા ઉ.15 રહે.જૂના ઢુંવા તા. વાંકાનેર નામના સગીરના બાઈક આડે કોઈ અજાણ્યું જનાવર ઉતરતા બાઈક રોડ ઉપર પડી જતા દિપક ઉર્ફે દિપુને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










