હાસ્યથી ભરપૂર કાર્યક્રમનો લ્હાવો લેવા લોકોએ 09:30 કલાકે પહોંચવા અનુરોધ
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યૂ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા વીજુડી અને રાજીયો રાત્રે 09:30 કલાકે હાસ્યની રમઝટ બોલાવશે. આ વીજુડીના હાસ્ય શોને નિહાળવા દરેક લોકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.











