મોરબી : મોરબીના હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવના છઠ્ઠા દિવસે મોરબી જિલ્લા ભાજપ મંત્રી નીરજભાઈ ભટ્ટ, પ્રદેશ યુવા ભાજપ અગ્રણી રુચિરભાઈ કારિયા તથા યુવા ભાજપ અગ્રણી જતીનભાઈ ફુલતરિયા સહિત સૌ આગેવાનોએ ગણપતિ દાદાના દર્શન કર્યા હતા.
ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હાઉસિંગ બોર્ડ કા રાજા વિઘ્નહર્તા ગણેશ ગજાનંદ મહારાજના છઠ્ઠા દિવસે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, રુચિરભાઈ કારિયા, નિરજભાઈ ભટ્ટ,અરવિંદભાઈ વાસદડીયા,નાગજીભાઈ વાસજળીયા,જયદીપ ભાઈ હૂંબલતેમજ મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલાતેમજ કારોબારી સભ્યો,જિલ્લા ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ ગણપતસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ એ આરતી અને પૂજા અર્ચના કરી ગણપતિ દાદાના દર્શન કર્યા હતા. અને આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતું. તે બદલ આયોજકોનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.



















