Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાષ્ટ્રીય તહેવાર દરમિયાન હવામાં ફાયરિંગ કરનાર ઈસમ ઝડપાયો

રાષ્ટ્રીય તહેવાર દરમિયાન હવામાં ફાયરિંગ કરનાર ઈસમ ઝડપાયો

મોરબી તાલુકાના લાલપર નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાષ્ટ્રીય તહેવારના દિવસે મજૂરોને એકત્રિત કરી પોતાના પરવાનાવાળા હથિયાર વડે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી સોશિયલ મીડિયામાં વિડીયો ચડાવી વાયરલ કરનાર મૂળ બિહારના વતની શખ્સને પોલીસે સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ રાષ્ટ્રીય તહેવારના દિવસે મજૂરોને એકત્રિત કરી ઉજવણી દરમિયાન હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો હોય તેવો વિડીયો વાયરલ થતા મોરબી એસઓજીની ટીમે તપાસ કરતા સોશિયલ મીડિયા આઈડીને આધારે તપાસ કરતા મૂળ બિહારના વતની આરોપી રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ ઉ.45 રહે. ગોપાલ સોસાયટી મોરબી વાળાએ પોતાના પરવાના વાળા હથિયાર વડે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવતા આરોપીને અટકાયતમાં લઇ આરોપીના કબ્જામાંથી રૂપિયા 50ની હજારની કિંમતની પિસ્ટલ, 6 જીવતા કારતુસ કિંમત રૂપિયા 400 તેમજ 25 હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા 75,400નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments