મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીક બે અલગ અલગ દરોડામાં બે શખ્સોને વિદેશી દારૂની એક – એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પેટ્રોલપંપ નજીકથી આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મમુભાઈ અખિયાણી ઉ.31 રહે.સિરામિક સીટી નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રજવાડી ટી સ્ટોલ પાસેથી આરોપી કરણભાઈ ઉર્ફે રવિ ભોજાભાઈ પરમાર ઉ.20 રહે.સરાણીયા વાસ, શક્તિ ચેમ્બર પાસે મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










