Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadવડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે હળવદમાં "મહારક્તદાન શિબિર",  ઉત્સાહભેર ઉજવણી

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે હળવદમાં “મહારક્તદાન શિબિર”,  ઉત્સાહભેર ઉજવણી

(મયુર રાવલ હળવદ)

મોરબી જિલ્લા  સંયુક્ત કર્મચારી મોરચો,સરકાર માન્ય મંડળો, મહામંડળો, સંઘોના સંયુક્ત ઉપક્રમે માર્કેટીંગ યાર્ડ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ, ગુજરાત રાજ્યભરમાં “મહારક્તદાન શિબિર”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 300 થી વધુ સ્થળોએ સવારે 8 થી સાંજે 6 કલાક સુધી આ શિબિર યોજાઈ હતી, જેમાં તમામ સરકારી અને અનુદાનિત શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
      આ કાર્યક્રમના ભાગરૂપે, હળવદ માર્કેટિંગયાર્ડમાં  એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શિક્ષકો, વહીવટી સ્ટાફ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સમાજ અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાનનું મહત્વ સમજાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવાનો હતો.
       આ ભવ્ય આયોજન એકતા અને સમૂહ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં નાગરિકોએ દેશ અને સમાજ માટે પોતાનું યોગદાન આપ્યું. કાર્યક્રમના આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સેવાકાર્યોમાં જોડાઈ રહેવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા
ચતુરભાઈ પાટડીયા હળવદ તાલુકા સંયુક્ત કર્મચારી મોરચો,
યોગેશભાઈ પટેલ,સુરેશભાઈ પટેલ સહિતના ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments