Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા નજીક કતલખાને લઈ જવાતા 9 પશુઓના જીવ બચાવ્યા, 2 ઝડપાયા

માળીયા નજીક કતલખાને લઈ જવાતા 9 પશુઓના જીવ બચાવ્યા, 2 ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે માળીયા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી કચ્છ તરફથી આવતી બોલેરો ગાડીમાં કતલખાને ધકેલાઈ રહેલા 9 નાના મોટા પાડરડાના જીવ બચાવી લઈ કચ્છના બે આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુન્હો નોંધી રૂ.4.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે કચ્છ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી જીજે – 12 – સીટી – 3278 નંબરની બોલેરો કાર અટકાવી તલાશી લેતા બોલેરોમાંથી નાના મોટા 9 પાડરડા ક્રૂરતા પૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવતા બોલેરો ચાલક આરોપી કરીમ મામદઅલી જત અને આરોપી વાહેબ મામદહસન જત રહે. બન્ને નાના સરડા, ભગાડીયો કચ્છ વાળાને ઝડપી લઈ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા સબબ કાયદેસરની કાર્યવાહી કરી રૂ.4 લાખની બોલેરો ગાડી કબ્જે કરી રૂ.27ની કિંમતના પશુઓને મુક્ત કરાવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments