વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસે ભુજ મધ્યે હાટ માં સ્વદેશી અપનાવીયે અને ભારતને આત્મનિર્ભર બનાવીએ તેવા વડાપ્રધાનશ્રી નાં હેતુ ને સાર્થક બનાવવા તેમનાં આહવાન થી સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ સાંસદ સ્વદેશી મેલા નું આયોજન તા.૧૭ સપ્ટેમ્બર થી ૧૯ સપ્ટેમ્બર સુધી કરેલ પરંતુ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી અને લોકો નાં ઉત્સાહ ને જોઈ તા. ૨૦ સપ્ટેમ્બર શનિવાર તથા ૨૧ સપ્ટેમ્બર રવિવાર સુધી સ્વદેશી મેલા નો લાભ વધુ ને વધુ લોકો લઈ શકે. સ્વદેશી અપનાવવું એ માત્ર સુત્ર નથી પરંતુ આપણી જીવનશૈલી સાથે વણાયેલ છે. મેલા નાં સારા પ્રતીભાવ તથા લોકલાગણી ધ્યાને લઈ સ્વદેશી મેલા ને વધુ બે દિવસ રહેશે તેમ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું.














