Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહેન્દ્રનગરમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સનાતન નવરાત્રી...

મહેન્દ્રનગરમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા સનાતન નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન

બહેનો માટે ફ્રી એન્ટ્રી, ગામઠી થીમ અને છત્રપતિ શિવાજીનું ભવ્ય સ્ટેચ્યુ બનશે આકર્ષણનું કેન્દ્ર : નો તિલક, નો એન્ટ્રી : 14 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં 10થી 12 હજાર ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા : અજય લોરીયા

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં અજય લોરીયા અને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા પ્રથમ વખત ભવ્ય સનાતન નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશન, જે છેલ્લા 11 વર્ષથી સફળતાપૂર્વક પાટીદાર નવરાત્રીનું આયોજન કરે છે, તેણે આ વર્ષે શહીદ પરિવારોને આર્થિક સહાયના ઉમદા હેતુ સાથે આ નવરાત્રીનું આયોજન કર્યું છે.

આ નવરાત્રીના મુખ્ય આયોજક અજયભાઈ લોરીયાએ જણાવ્યું કે ગયા વર્ષે આપેલા વચન મુજબ આ વર્ષે સનાતન નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રીમાં તમામ જ્ઞાતિની બહેનો, દીકરીઓ અને ધર્મપ્રેમી જનતા માટે પ્રવેશ ખુલ્લો છે. ખાસ કરીને, બહેનો અને દીકરીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. નવરાત્રીનું આ આયોજન નિસ્વાર્થ ભાવે કરાયું છે.

આ નવરાત્રીમાં સંગીતની સુમધુર રેલમછેલ માટે પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદથી જયેશભાઈ બારોટ, રાજકોટથી હિરેનભાઈ હરિયાણી, વડોદરાથી પૂનમબેન યાદવ, અવનીબેન ગોસ્વામી, પૂનમબેન બારોટ અને દીપકભાઈ જોશી જેવા છ પ્રખ્યાત સિંગર્સ પરફોર્મ કરશે. આ ઉપરાંત, પાટીદાર નવરાત્રીના ચાર સિંગર્સ પણ એક-એક દિવસ સનાતન નવરાત્રીમાં પોતાની કલાનો પરિચય આપશે.

આ નવરાત્રીની થીમ ગામઠી રાખવામાં આવી છે, જેમાં માતાજીના ગરબા અને ફોટાના કટઆઉટ વગેરે સજાવવામાં આવ્યા છે. તેમજ 14 થી 15 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 થી 12 હજાર ખેલૈયાઓ સમાઈ શકે છે.ખાસ પાટીદાર નવરાત્રીની જેમ જ આ નવરાત્રીમાં પણ ‘નો તિલક, નો એન્ટ્રી’ અને આઈડી પ્રૂફ ફરજિયાત છે. તેમજ સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી, બાઉન્સર અને પોલીસ પરિવારનો સહયોગ લેવામાં આવ્યો છે. ગ્રાઉન્ડમાં આગળ છત્રપતિ શિવાજીનું ભવ્ય સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. દરરોજ ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પાસ માટે હરિ ઓમ નાસ્તા હાઉસ, કર્ણાવતી ફાસ્ટ ફૂડ, રાગ ઇલેક્ટ્રીક, ઢોસા હબ જેવા સ્થળોએથી મેળવી શકાશે. આ ઉપરાંત, ગ્રાઉન્ડની બહાર પણ ટિકિટ બારી ઉપલબ્ધ રહેશે. આયોજકોએ પરિવાર સાથે પધારવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments