Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાનનું મોત

મોરબી : મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ટ્રેન હડફેટે આવી જતા મોરબીના રહેવાસી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને અગાઉ અકસ્માતમાં માથામાં ઇજા થઇ હોય માનસિક સંતુલન ગુમાવી દેતા આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

મોરબીના રફાળેશ્વર ફાટક પાસે ગઈકાલે સવારના સમયે ટ્રેન હડફેટે આવી જતા એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે તપાસ કરતા આ યુવક મોરબીના શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં રહેતો વિક્રમભાઈ દુર્લભજીભાઈ શંખેસરિયા ઉ.25 હોવાનું સામે આવ્યું હતું. વધુમાં યુવકને અગાઉ અકસ્માતમાં માથામાં ઇજા થઇ હોવાથી માનસિક સ્થિતિ સારી ન હોવાનું ખુલ્યું હતું.હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments