Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી કલીનીક દ્વારા સાદુળકા ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ: 35 દર્દીઓને આરોગ્ય...

શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી કલીનીક દ્વારા સાદુળકા ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ: 35 દર્દીઓને આરોગ્ય લાભ

મોરબી : આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, દ્વારા સંચાલીત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક મોરબી દ્વારા નવા સાદુળકા ખાતે 26 સપ્ટેમ્બર 2025ના રોજ ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં કુલ 35 દર્દીઓને આરોગ્ય લાભ મળ્યો હતો.

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. મોહિત ડાંગર અને ડૉ. અવની કાંજીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતું. દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા. વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર દ્વારા લોકોને ફિઝિયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવી હતી.

આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્ય લાભ મળ્યો હતો અને આરોગ્ય જાગૃતિ પણ ફેલાઈ હતી. આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments