Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ તાલુકાના માનસર ગામે સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો

હળવદ તાલુકાના માનસર ગામે સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો

હળવદ તાલુકાના માનસર  ગામે “સ્વચ્છતા હી સેવા -૨૦૨૫”, “સ્વચ્છોત્સવ “કાર્યક્રમ અંતર્ગત શ્રી પંડિત દિન દયાળ ઉપાધ્યાયની  જન્મ જયંતી નિમિત્તે “મહા શ્રમદાન” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવેલ હતું અને હળવદ તાલુકાના માનસર  ગામે “”સ્વચ્છોત્સવ “કાર્યક્રમ સાંસદ ચંદુલાલ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સંસદસભ્ય ચંદુલાલ છગનભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, તાલુકા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ રજનિભાઈ સંઘાની, કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત, પ્રવીણભાઈ સોનાગ્રા, પ્રમુખ બાલ વિકાસ સમિતિ જિલ્લા પંચાયત, લીલાબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ઝીંઝુવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ હળવદ, ભરતભાઇ કંઝારીયા ઉપસ્થિત રહ્યા  હતાં.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ શ્રી પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે તેમની છબીને  માળા અપર્ણ  કરવામાં આવેલ . સ્વચ્છતા સપથ લેવામાં આવેલ તે ઉપરાંત ગામના જાહેર સ્થળોની સાફ સફાઈ થઈ  હતી. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અનુસંધાને ટોપીઓનું તેમજ પ્લાસ્ટિક વ્યવસ્થાપન અનુસંધાને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યુ હતું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments