Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી હાઇવે પર ટ્રક ચાલકનું કરુણ મોત: પોતાનો જ ટ્રક બન્યો કાતિલ

મોરબી હાઇવે પર ટ્રક ચાલકનું કરુણ મોત: પોતાનો જ ટ્રક બન્યો કાતિલ

મોરબી : પોસતું તે મારતું ઉક્તિ મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર આંદરણા નજીક અકસ્માતનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે જેમાં ટ્રક ચાલુ મૂકી હોટલમા ચા પીવા ગયેલા ટ્રક ચાલકનો ટ્રક ચાલવા લાગતા આ ટ્રકને રોકવા જતા ટ્રક અન્ય ટ્રકની કેબિન સાથે અથડાતા ટ્રક ચાલકનું પોતાની જ ટ્રકમાં ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં રાજસ્થાનના વતની ટ્રક ચાલક રામઅવતાર છેતરમલ ગુર્જર ઉ.45 નામના યુવકે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તા.26ના રોજ વહેલી સવારે આંદરણા ગામ પાસે આવેલ ભૈરવનાથ હોટલ ખાતે તેમના સાળા પ્રહલાદ છેતરમલ ગુર્જર પોતાનો આરજે – 52 – જીબી – 2751 નંબરનો ટ્રક હેન્ડ બ્રેક માર્યા વગર ચાલુ રાખી ચા પીવા માટે નીચે ઉતર્યા હતા. દરમિયાન હેન્ડ બ્રેક માર્યા વગરનો ટ્રક અચાનક ચાલવા જતા પ્રહલાદ દોડીને ટ્રક ઉભો રાખવા માટે ટ્રકમાં ચડવા જતા તેમનો ટ્રક બાજુમા પડેલા અન્ય ટ્રક સાથે લગોલગ આવી જતા પ્રહલાદનું બે ટ્રક વચ્ચે ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments