મોરબી : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 3 લાખ 4 હજારની કિંમતના 17 જેટલા ખોવાયેલા મોબાઈલો શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરીને CEIRમાં એન્ટ્રી કરી સતત મોનિટરીંગ રાખી ટેક્નિકલ વર્ક આઉટ કરીને 17 જેટલા મોબાઈલ જેની કિંમત 3,04,000 રૂપિયા હતી તે મૂળ માલીકને પરત કરીને પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું છે.











