Saturday, June 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના કવાડીયા ગામે ઇલે.શોકથીત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત

હળવદના કવાડીયા ગામે ઇલે.શોકથીત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત

હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા યુવાનનું વીજ શોક લાગતા મોત નીપજ્યું છે. મૃતકની લાશને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા તળશીભાઈ રાઘુભાઈ સિહોરા (ઉ.વ.27) ગામની સીમમાં આવેલ વિશાલભાઈ ભડાણીયાની વાડી ચોથા ભાગે રાખી મજૂરીકામ કરતા હતા. આજે બપોરના સમયે તળશીભાઇ વાડીએ મોટર ચાલુ કરી રહ્યા હતા તે વેળાએ વીજ શોક લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.બનાવના પગલે ગામના સરપંચ સહિત આગેવાનો મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પોલીસને જાણ કરી હતી. મૃતક તળશીભાઈ ત્રણ બહેનોનો એકના એક ભાઈ હતો.મૃતક ના પિતા નું પણ દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હોય જેથી તરસીભાઇ જ પરિવારનો આધાર સ્તંભ હતા. તળશીભાઇને સંતાનમાં એક વર્ષનો દીકરો અને અઢી વર્ષની દીકરી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments