મોરબી : વર્ષ 2025 -26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરશે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉ. કેશવ બલીરામ હેડગેવારે વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરી હતી. આવતી તારીખ 2 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ યોજાશે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં થનારા ઉત્સવોની માહિતી આ પ્રમાણે છે.
માળિયા તાલુકાનો ઉત્સવ : ૦૨/૧૦/૨૫ ગુરુવાર
સ્થાન – જુના આમરણ , મોરબી તાલુકો
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
મોરબી તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – ઘુંટુ (બહુચરાજી માતાજીનું મંદિર), મોરબી.
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
વાંકાનેર તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – નવા ઢુવા, વાંકાનેર
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
ટંકારા તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરુવાર
સ્થાન – લક્ષ્મીનારાયણ ગરબી ચોક, ટંકારા
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
પડધરી તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર
સ્થાન: મોવૈયા, પડધરી
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
વાંકાનેર નગર , નીલકંઠ ઉપનગર નો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – વિદ્યાભારતી, વાંકાનેર
સાંજે ૬: ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
જોગજતી ઉપનગરનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – આરાધના ધામ, વાંકાનેર
સાંજે ૫: ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ
રવાપર ઉપનગરનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન – પ્રમુખ રેસિડેન્સી, મોરબી
સમય – રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમ
નરસંગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવાર
સ્થાન – નવયુગ પ્રી-પ્રાઇમરી સ્કુલ, મોરબી
સમય – રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમ
ચિત્રકૂટ ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર,
સ્થાન – મોટેશ્વર મહાદેવ , ભક્તિનગર સર્કલ,મોરબી
સમય – સાંજે 5:3૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમ
ડૉ બાબાસાહેબ આંબેડકર ઉપનગરનો ઉત્સવ
૦૨/૧૦/૨૫ રવિવાર
સ્થાન – ગોકુલ ફામઁ, વાવડી રોડ,મોરબી
સમય – સાંજે, ૫:૦૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમ
દરબારગઢ ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર
સ્થાન – ડાયમંડ બેકરી સામે નુ મેદાન,મોરબી
સમય – સાંજે ૪:૩૦ વાગ્યે જાહેર કાર્યક્રમ
લાલબાગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવાર
સ્થાન – શિવપાકઁ, ભાગ્યલક્ષ્મી, મોરબી
સમય – રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમ
વિજયાદશમી ઉત્સવ સત્ય અને ધર્મના વિજયનું પ્રતિક છે. મોરબી જિલ્લાના સંઘના સ્વયંસેવકો તથા સમાજના તમામ ભાઈઓ-બહેનોને આ પાવન અવસરની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.












