વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના આઝાદ ગોલા વાળી શેરીના નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી અનીલભાઇ રમેશભાઇ સુવાળીયા, જયસુખભાઇ જીતુભાઇ સુવાળીયા, અનીલભાઇ ગુલાબભાઇ માંગરોલીયા, ઇસ્માઇલભાઇ મામદભાઇ શેખ અને હુશેનભાઇ રાયબભાઇ કટીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1950 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








