Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની રાજપર માધ્યમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબીની રાજપર માધ્યમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબોની રાજપર માધ્યમિક શાળામાં તા. 15 ઓક્ટોબર 2025ના રોજ રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કલાત્મકતા, સર્જનાત્મકતા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વિકસાવવાનો હતો.

ધોરણ 9 અને 10ના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રંગો, ફૂલ અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને આકર્ષક રંગોળીઓ બનાવી હતી, જેના કારણે સમગ્ર શાળાનું પરિસર રંગબેરંગી ઝળહળી ઉઠ્યું હતું. શાળાનાં શિક્ષકોએ વિજેતાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાનાં આચાર્ય નિમેષભાઈ ફળદુએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તથા જણાવ્યું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને તેમની આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments