Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે રવિવારે રંગોળી હરીફાઈનું આયોજન

મોરબી મનપા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે રવિવારે રંગોળી હરીફાઈનું આયોજન

બે કેટેગરીમાં આયોજિત આ હરીફાઈમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને મોરબી મનપા તરફથી સર્ટિફિકેટ અપાશે

મોરબી : મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબીના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રંગોળી હરીફાઈનું આયોજન 19-10-2025 ને રવિવારના રોજ બપોરના 2:30 થી 6 કલાક દરમિયાન મયુર પુલ, મોરબી ખાતે થવા જઈ રહ્યું છે. આ હરીફાઈમાં કોઈપણ ઉંમરના બહેનો તથા ભાઈઓ ભાગ લઈ શકશે.

આ હરીફાઈ બે કેટેગરીમાં રાખવામાં આવી છે. જેમાં 5 થી 15 વર્ષ અને 15 વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકશે. બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણ નંબર આપવામાં આવશે. ભાગ લેનાર દરેક સ્પર્ધકને મોરબી મહાનગરપાલિકા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ હરીફાઈમાં કોઈપણ પ્રકારનો રજીસ્ટ્રેશન ચાર્જ નથી નિઃશુલ્ક છે. આ વ્યવસ્થાના ભાગ લેવા રસેશભાઈ મહેતા મો. નં. 9898071475 અને બંસીબેન શેઠ મો.નં. 9376652360 પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમજ દરેક સ્પર્ધ કે રંગોળીના કલર પોતે લાવવાના રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments