Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની દીકરીઓએ સુંદર મજાની કલાત્મક રંગોળી બનાવી

મોરબીમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની દીકરીઓએ સુંદર મજાની કલાત્મક રંગોળી બનાવી

મોરબી : પાટીદાર વુમેન એમ્પાયરમેન્ટ ગ્રુપ દ્વારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે તારીખ 14 અને 15-10-2025ના રોજ ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીનીઓ માટે દિવાળી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં શાળાની 180 દીકરીઓએ ભાગ લીધો. આ બધી જ દીકરીઓને પ્રોત્સાહક પ્રમાણપત્ર આપવામાં આવ્યા તથા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો પણ પાટીદાર વોમેન એમપાવરમેન્ટ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા. આ સ્પર્ધા પાટીદાર વુમેન એમ્પાવરમેન્ટ ગ્રુપના સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન દ્વારા યોજાયેલ અને ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તથા શાળાના સ્ટાફ પરિવારના સહયોગથી રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments