Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહોસ્પિટલના કામે લીધેલા રૂપિયા ન પરત આપતા આરોપીને મોરબી કોર્ટ દ્વારા 1...

હોસ્પિટલના કામે લીધેલા રૂપિયા ન પરત આપતા આરોપીને મોરબી કોર્ટ દ્વારા 1 વર્ષની કેદ અને રૂ.6 લાખનો દંડ

મોરબીની કોર્ટે ચેક બાઉન્સના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી કલ્પેશ નાગજીભાઈ બાવરવા (રહે. મોરબી)ને એક વર્ષની સાદી કેદ તથા રૂા.૬,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. સાથે સાથે આ રકમ પર ૯ ટકા વાર્ષિક વ્યાજની ચૂકવણી કરવાનો હુકમ પણ ફરમાવ્યો છે.

હકીકત એવી છે કે ફરીયાદી રઘુવીરસિંહ વિજયસિંહ ઝાલા અને આરોપી કલ્પેશ બાવરવા વચ્ચે મિત્રતા હતી. આરોપીએ હોસ્પિટલના કામ માટે પૈસાની જરૂર જણાવી ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦,૦૦૦ વગર વ્યાજે લીધા હતા. પરંતુ સમયાંતરે માંગવા છતા આરોપીએ રકમ પરત ન આપી.

ફરીયાદી દ્વારા દબાણ કર્યા બાદ આરોપીએ ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં રજૂ કરતા “પર્યાપ્ત રકમ ન હોવાને કારણે” પરત ફર્યો હતો. પરિણામે ફરીયાદી દ્વારા તા. ૨૫/૦૬/૨૦૨૪ના રોજ કાયદેસર નોટીસ પાઠવી હતી. છતાં પણ આરોપીએ ન તો નોટીસનો જવાબ આપ્યો, ન તો રકમ પરત કરી.

આથી ફરીયાદી દ્વારા ભારતીય વટાઉખત અધિનિયમની કલમ-૧૩૮ હેઠળ ન્યાયિક કાર્યવાહી મોરબી કોર્ટમાં વકીલ જે.ડી. સોલંકી મારફત દાખલ કરાવવામાં આવી હતી.

આ કેસની સુનાવણી મોરબીના માન. બીજા એડી. જુડી. મેજી. ફ.ક. સાહેબની કોર્ટમાં હાથ ધરાઈ. આરોપી સામે સમન્સ જારી થયા બાદ તેઓ કોર્ટમાં હાજર રહ્યા અને ગુનાનો ઈનકાર કર્યો. પરંતુ પુરાવા, દલીલો અને સાક્ષીઓના આધારે કોર્ટએ ફરીયાદી પક્ષનો દાવો માન્ય ગણાવ્યો અને આરોપી દોષિત ઠરાવ્યો.

અંતે કોર્ટએ આરોપી કલ્પેશ નાગજીભાઈ બાવરવાને ૧ વર્ષની સાદી કેદ, તથા રૂા.૬,૦૦,૦૦૦/- (ત્રણ લાખની ડબલ રકમ) ૯% વ્યાજ સાથે ચૂકવવાનો દંડ ફરમાવ્યો છે. જો આરોપી વળતર રકમ ભરવામાં કસુર કરે તો વધારાના ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરાયો છે.

આ કેસમાં ફરીયાદ પક્ષ તરફથી મોરબીના યુવા એડવોકેટ જે.ડી. સોલંકી તથા જયેશ પટેલ (બુડાસણા) દ્વારા નોંધપાત્ર દલીલો રજૂ કરાઈ હતી. સાથે સહયોગી તરીકે મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, વિરૂભા રાઠોડ, નિલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતિયા, જીતેન્દ્ર વાઢેર, હીના સાગઠીયા અને વીરલ છનીયારા રોકાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments