Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલજાઈ ગામે ચિલફિલ ફેકટરી ભારે દુર્ગંધ ફેલાવતી હોવાના આક્ષેપ: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને...

લજાઈ ગામે ચિલફિલ ફેકટરી ભારે દુર્ગંધ ફેલાવતી હોવાના આક્ષેપ: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં

ટંકારાના લજાઈમાં ચિપ્સ બનાવતી ફેકટરી ભારે દુર્ગંધ ફેલાવતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આજે વિરોધ કર્યો હતો. આ મામલે રજુઆત કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ફેક્ટરીએ પણ ઉમટી પડ્યા હતા.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર લજાઈની મારૂતિનગર સોસાયટીની બાજુમાં 60 ફૂટ દૂર ચિપ્સ બનાવતી ચિલફિલની ફેકટરી કાર્યરત છે. એક તો આ ફેકટરી રેસિડેન્સીની એકદમ નજીક છે. બીજી બાજુ આ ફેકટરી દુર્ગંધ ફેલાવતી હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે ગ્રામજનોએ અગાઉ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, મામલતદાર અને કલેકટર તંત્રને રજુઆત કરી હતી. તેમ છતાં ફેકટરી સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા.

ભારે મુશ્કેલી ભોગવી રહેલા ગ્રામજનોએ આજે કંટાળીને અંતે મોટી સંખ્યામાં ફેકટરીએ જ પહોંચ્યા હતા. ત્યાં તેઓ મેનેજીંગ ડિરેક્ટરને રજુઆત કરવા ગયા હતા. પરંતુ મેનેજીંગ ડિરેક્ટર ત્યાંથી નીકળી ગયા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હવે આગામી દિવસોમાં આ ફેકટરી દ્વારા પ્રદુષણ બંધ કરવામાં નહિ આવે તો તેઓ દ્વારા લડત આપવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments