Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દારૂ સાથે એક ઝબ્બે, બે ફરાર

મોરબીમાં દારૂ સાથે એક ઝબ્બે, બે ફરાર

મોરબી : મોરબી શહેર – જિલ્લામાં દિવાળીના તહેવારમાં દારૂની બદી રોકવા પોલીસ એક્શન મોડમાં છે ત્યારે નવા ડેલા રોડ ઉપર બુટલેગર તેમજ અન્ય શખ્સો દારૂનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પડતા બુટલેગર સહિતના બે શખ્સ નાસી ગયા હતા જ્યારે અન્ય એક શખ્સ વિદેશી દારૂની 21 બોટલ સાથે ઝડપાઇ ગયો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, નવા ડેલા રોડ પર કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યુ છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી હર્ષદભાઈ નાનજીભાઈ મકવાણા ઉ.49 નામનો શખ્સ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 21 બોટલ કિંમત રૂપિયા 13,662 સાથે ઝડપાઇ ગયો હતો.પોલીસના ફિલ્મી સ્ટાઇલ દરોડામાં નામચીન બુટલેગર આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા અને આરોપી રાકેશ દામજીભાઈ પાદરેશા નાસી ગયા હતા.પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments