મોરબી : મોરબીમાં મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી શુક્રવારે બપોરે બે યુવાનોએ ઝંપલાવ્યું હતું. ઘટનાને 32 કલાક વીત્યા બાદ ગત રાત્રીના બન્ને યુવાનોના મૃતદેહો મળી આવતા તેને સિવિલ હોસ્પિટલ મોકલી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મચ્છુ નદીના પાડા પુલ ઉપરથી બે યુવાનોએ શુક્રવારે બપોરે 3:30 વાગ્યાના અરસામાં ઝંપલાવ્યું હતું. આ બન્ને યુવાનો હર્ષદ બળદેવ પારધી (ઉં.વ.20) રહે. વવાણીયા તથા અનિલ કનુભાઈ ભંખોડીયા (ઉ.વ.27) રહે. વીસીપરા મોરબી હોવાની ઓળખ મળી હતી. રેસ્ક્યુમાં એસડીઆરએફની ટીમના 22થી વધુ જવાનોની પણ મદદ લેવાઈ હતી. એસડીઆરએફની ટિમ તેમજ રાજકોટ અને મોરબીની ફાયરબ્રિગેડની ટિમોએ 3 બોટ સહિતના સાધનો વડે મૃતદેહોની શોધખોળ ચલાવી હતી. અંતે 32 કલાક બાદ બન્ને મૃતદેહો મળી આવ્યા છે.












