મોરબીમાં વસતા 60 વર્ષ કે તેથી વધુ વય લોહાણા સમાજના દરેક વડીલોની વંદના કરાશે
મોરબી : મોરબીમાં છેલ્લા 1 માસમાં લોહાણા સમાજના 12 પરિવારના મોભીઓનું અવસાન થયું છે. તે દરેક સદગતને શ્રધ્ધાંજલિ અર્પવાના હેતુસર મોરબી લોહાણા સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રી લોહાણા મહાજન-મોરબી સહીતની વિવિધ સંસ્થા દ્વારા વડીલ વંદના કાર્યક્રમ તા. 29-10-2025ના રોજ બપોરે 4 કલાકે જલારામ ધામ મોરબી ખાતે યોજવામાં આવશે.
જે અંતર્ગત મોરબીમાં વસતા લોહાણા સમાજના 60 વર્ષ કે તેથી વધુ વયના વડીલોની વંદના દ્વારા તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે. સમાજના વડીલોએ જ્ઞાતિના વિકાસમાં પોતાનુ અમૂલ્ય યોગદાન અર્પણ કરેલ છે. જીવનની ઢળતી સંધ્યાએ તેમને વંદન કરવાએ જ્ઞાતિના બાળક તરીકેનું આપણુ કર્તવ્ય છે. જ્ઞાતિ પ્રત્યેની આ કર્તવ્યપરાયણા નિભાવવાના હેતુસર આ આયોજન કરવામાં આવશે. મોરબીમાં વસતા લોહાણા સમાજના 60 વર્ષ કે તેથી વધુ વયના ભાઈઓ-બહેનોએ નામ, જન્મ તારીખ, સરનામુ અને મો.નંબર વગેરે વિગતો વોટ્સએપ અથવા ટેક્ક્ષ્ટ મેસેજના માધ્યમથી તા.27-10-2025 સોમવાર સુધીમાં જણાવવાની રહેશે.
માહીતી મોકલવા માટે (૧)હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ- લોહાણા મહાજન-મોરબી) મો.૯૮૭૯૨૧૮૪૧૫, (૨) નરેન્દ્રભાઈ રાચ્છ (મંત્રી- લોહાણા મહાજન-મોરબી) મો. ૯૪૨૮૨૭૭૬૯૪, (૩) હસુભાઈ પુજારા (પ્રમુખ-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી) મો. ૯૯૯૮૩૪૦૧૯૧, (૪) રમણીકભાઈ ચંડીભમર (ટ્રસ્ટી- રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી) મો. ૯૮૨૫૨૨૨૯૧૩, (૫) કીશોરભાઈ ચંડીભમર (અગ્રણી-જલારામ ધામ-મોરબી) મો. ૯૮૨૫૨૨૨૯૨૫, (૬) પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ- રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો. ૯૮૭૯૩૫૫૪૧૦ (૭) કીશોરભાઈ ઘેલાણી (અગ્રણી- જલારામ સેવા મંડળ-મોરબી) મો. ૯૪૨૮૨૮૦૧૭૦, (૮) અનિલભાઈ સોમૈયા (અગ્રણી- જલારામ સેવા મંડળ-મોરબી) મો. ૮૫૧૧૦૬૦૦૬૬, (૯) ભાવનાબેન સોમૈયા (પ્રમુખ- જલારામ ધામ મહિલા મંડળ-મોરબી) મો. ૯૪૨૯૫૭૮૪૧૨, (10) ચંદ્રીકાબેન માનસેતા (અગ્રણી- જલારામ ધામ મહિલા મંડળ-મોરબી) મો. ૯૭૨૬૭૯૫૨૬૭ પર સંપર્ક કરવાનો રહેશે.











