મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે માવઠું વરસ્યું છે. જેને પગલે અનેક ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં મચ્છુ-3 ડેમમાં પણ 78 ક્યુસેક પાણીની આવક થતા એક ગેટ એક ઇંચ ખોલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ ડેમ 100 ટકા ભરાયેલો છે. એટલે જેટલા પાણીની આવક થઈ રહી છે. તેટલું પાણી ગેટ ખોલીને જવા દેવામાં આવી રહ્યું છે.









